સન ૧૯૮૯ માં મુરબ્બી શ્રી રસિકલાલ રંગવાળા ની રાહબરી હેઠળ અમદાવાદ દિશાવળ સમાજ ની સ્થાપના કરવામાં આવી. તેઓની સાથે શ્રી પ્રવિણચંદ્ર આર. દેસાઈ, શ્રી જગદીશભાઈ એસ. શાહ, શ્રી ચીમનલાલ શાહ, શ્રી ચીનુભાઈ આર. શાહ વગેરે મુરબ્બીશ્રીઓ જોડાયા. આમ કુલ ૧૨ દિશાવાળ જ્ઞાતિઓએ સાથે મળીને શ્રી અમદાવાદ દિશાવાળ સમાજ ની સ્થાપના થઈ. અને સોં દિશાવાળ ભાઈઓ અને બહેનો એ સમાજ ના સભ્યો બની સંઘઠન માં સહકાર આપ્યો. સન ૧૯૯૯ માં સમાજ નું કાયદેસર રજીસ્ટ્રેશન થયું.
સમાજ ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમ લગ્ન વિષયક મેળો, નવરાત્રી મહોત્સવ, ઈનામ વિતરણ કાર્યક્રમ, મનોરંજન કાર્યક્રમ, મેડીસીન ડિસ્કાઉન્ટ. સમાજ ના આર્થિક રીતે નબળા સભ્યો માટે રાશન કીટ વિતરણ વગેરે. સમાજ ના સભ્યો આ કાર્યક્રમો માં તન, મન અને ધન થી ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
સમાજ ની સ્થાપના ના ૩૦ વર્ષ બાદ, સમાજ ના સ્થાપક સભ્યો નું સ્વપ્ન સમાન સમાજ ની પોતાની ઓફીસ નું સપનું સાકર થયેલ છે. પરિમલ ગાર્ડન, અમદાવાદ નજીક પોસ વિસ્તાર માં ૫૦૦ ચોરસ ફૂટ ની આધુનિક સગવડ સાથે ઓફીસ નું નિર્માણ હાલ ના પ્રમુખ શ્રી દેવાંગભાઈ દેસાઈ ના સફળ અને કર્મઠ નેતૃત્વ માં થયેલ છે.
આ ઉપરાંત સમાજ ની મહિલા પાંખ ધ્વારા મહિલા ઉત્કર્ષ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.
સમાજ ધ્વારા ત્રિમાસિક સમાજ નું મુખપત્ર “દિશાવાળ સૌરભ” નું પ્રકાશન કરવામાં આવે છે, જેમાં સમાજ ની વિવિધ પ્રવૃતિઓ ની માહિતી સમાજ સુધી પહોંચાડવા નું ભગીરથ કાર્ય સમાજ ના હોદ્દેદારો ધ્વારા કરવા માં આવે છે.